બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 121 બેઠકો પર મતદાનનો પ્રારંભ
બિહાર વિધાનસભા ચૂંટણીના મહત્ત્વપૂર્ણ પ્રથમ તબક્કા માટે 121 બેઠકો પર ગુરુવારે, 6 નવેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. રાજ્યમાં ખાસ કરીને ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે મુકાબલો છે.